કુદરત તથા કુદરતે આપેલી પ્રક્રુતિ અને એ પ્રક્રુતિ નિહાળવા માટે આપેલું જીવન એ અમુલ્ય છે. આહાર લે છે, આરામ લે છે, સ્પર્શે છે, સમજે છે, અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પેઢીનો ક્રમિક વિકાસ કરે છે.પોતાના જીવન દરમિયાન પ્રાક્રુતિક શક્તિ માંથી મનુષ્યોમા ગુણો તથા જીવન જીવવાના અનુભવોનો સ્ત્રોત એકત્રિત કરે છે, અને એ અનુભવો અને ગુણોથી આખું જીવન ગુજારે છે તથા નવી પેઢીની શરૂઆત કરે છે, કુદરતી રચના વડે નવી પેઢી પોતાની પૂર્વ પેઢીએ એકત્રિત કરેલા અનુભવો તથા ગુણોનો સ્ત્રોત વારસા રૂપે મેળવે છે, તદુપરાંત પોતાના જીવન દરમિયાન તે ખુદ પોતે પણ ગુણો અને અનુભવો મેળવે છે, અને પોતાના સ્ત્રોતની રચના કરે છે. જીવનકાળ દરમિયાન આવતી કોઇ પણ પ્રક્રુતિક કે કૌટુંબિક પરિસ્થિતિ વખતે આ સ્ત્રોત યોગ્ય માર્ગદર્શન રૂપ બને છે, પરંતુ બે અલગ વિચારધારા અને પેઢીના વર્ષો સુધીના સમયગાળા અને આગળ નીકળી ગયેલો ક્રમિક વિકાસના કારણોને બે અથવા બેથી વધારે પેઢી વચ્ચે અનુભવ તથા સમજણના તફાવત જોવા મળે
છે.તેના કારણે સામાજીક, પ્રાક્રુતિક તથા કૌટુંબિક વાદ-વિવાદ સર્જાય છે. જે એક સમસ્યા
છે.
વાસ્તવિક્તા
એ છે કે, બન્ને પક્ષ પોતપોતાના જ્ઞાન મુજબ સત્ય છે, પરંતુ સમસ્યા એ છે કે પોતાનામાં
રહેલા ગુણ અને અનુભવ, અમુક ઉદાહરણમાં પોતાનામાં રહેલું અભિમાન જેવા પરિબળો એકબીજાનો
પક્ષ સ્વીકારતા નથી, સાચાં-ખોટાનો નિર્ણય લઇ
શક્તા નથી. જો એક પક્ષ માટે કોઇ વાત સાચી હોઇ તો બીજા પક્ષ યાને નવી જનરેશન માટે એ
વાત ખોટી જણાતી હોઇ છે. વાસ્તવમાં બન્ને પોતપોતાની વિચારધારા પ્રમાણે સાચાં હોઇ છે.
તે બન્નેમાં કોઇ એકની વાત સ્વીકારાય છે, તો પરાજય પામેલા પક્ષના ગુણો તથા અનુભવોને
ઠેંસ પહોંચતા વાદ-વિવાદ શરૂ થાય છે.
આપણે
આપણાં કુટુંબનું જ ઉદાહરણ ધ્યાન પર લઇએ તો જરા વધારે ઊંડાણ પૂર્વક વિચારી શકાય, એ વિચારધારણામાં
કેટલો ફરક પડે છે એ જાણી શકાય. આપણે અત્યારે ખર્ચ પેઠે હજાર- બે હજાર રૂપિયાની જરૂર પડતી હોઇ
શકે, પરંતુ એમના સમયમાં તેઓને બે- પાંચ રૂપિયા પણ નસીબે જોવા મડતાં હશે. જો કોઇ વડીલ
એવું કહે કે પૈસા ઉડાવો છો, પરંતુ તે આપણા સમયની જરૂર પણ હોઇ શકે. તેઓનું જીવન અને
આપણા જીવન વચ્ચે ઘણાં સમયગાળાનું અંતર છે અને આ સમયગાળાના લીધે બે પાંચ રૂપિયા,એ હજાર
– બે હજારની બરાબર થઇ ગયા છે જે પૂર્વ પેઢી સમજી શકે નહીં અને સમસ્યા ત્યારે સર્જાય
જ્યારે વિવાદ થાય.ઘણી વખત આપણે ટેક્નોલોજીની દ્રષ્ટિએ વાત કરતા હોઇ અને આપણાં વડીલો
એ ના પણ સમજી શકે કારણકે એમના જીવનરૂપી જ્ઞાનનાં ભંડારમાં આપણાં શબ્દોનો કોઇ મતલબજ
નથી, અને એમની કોઠાસૂજ સમજી શકવું એ આજની જનરેશનની આગવી કુશળતા નથી. વાદ-વિવાદમા ના
ઘર્ષણને લીધે કુટુંબમાં મોટી આગ પ્રસરી જાય છે. હાલનું જનરેશન વગર પરશેવે (શારીરિક
શ્રમે) રૂપિયા મેળવી શકે છે કારણકે ટેક્નોલોજી છે, વિજ્ઞાન છે, અને તે એક ઝટકામાં
રૂપિયા મોજ-શોખ માં ઉડાવાની વિચારધારા ધરાવે છે એ સ્વીકારી લેવું માન્ય છે, પરંતુ પૂર્વ
પેઢીની વિચારધારા કંઇક અલગ હતી, તેઓ મહેનત-મજુરી કરીને કમાતા, તેઓને પય-પયની કિંમત
હતી તેઓ ઉડાવા કરતા કુટુંબના ભવિષ્યનો વિચાર
કરી ને વ્યાપાર-ધંધામાં રોકાણ કરવાની વિચારધારા ધરાવતા. તેમની પણ વિચારધારા કુટુંબ
માટે જોવા જઇએ તો યોગ્યજ છે, પણ તફાવત છે તો માત્ર વિચારધારાનો , અનુભવોનો અને સમયનો.
વધુંમાં લવમેરેજ તથા અરેન્જ મેરેજના કિસ્સા લૈ લો...!
ઉપર
જણાવેલા બધાં ઉદાહરણોમાં, એક વાતતો સ્પષ્ટ છે કે જે કાંઇ પણ ઘર્ષણ થાય છે,ઘર્ષણથી જન્મે
છે ઇર્શા,ક્રોધ,અહંકાર જેવી કૂટ ભાવનાઓ. જે જનરેશન ગેપ જેવી સમ્સ્યાને આવકારો આપે છે.
અત્યારના સમયમાં દરેક કુટુંબમાં આ સમસ્યા જેમ કેન્સરનો રોગ શરીરમાં પ્રસરતો જાય છે
એમ પ્રસરી રહી છે.નાની નાની વાતમાં આપણે વિરુધ્ધ થઇ જાય કારણકે તેઓ એમની વિચારધારા
મુજબ પ્રસ્તાવ મુકે છે અને આપણે સાચાં-ખોટાનો
વિચાર કર્યા વગર તેમનો તિરસ્કાર કરીએ છીએ. તિરસ્કાર કરવા કરતા તેઓને સમજાવાનું
પણ આપણે જરૂરી સમજતા નથી.
શું
છે આ સમસ્યાનો ઉકેલ...! તો આવી સમસ્યામાં બન્ને
પક્ષોએ ઠંડા દિમાગથી એકબીજાના સમયના અનુભવોને સમજીને, નિરાંત પૂર્વક પોતાના જ્ઞાન અને
અનુભવોના ઘમંડને શાંત્વના આપીને નિરાકરણ કરવું જોઇએ. જો તેમ સંતોષકારક નિરાકરણ ના થતું
હોય તો એક સમયે જતું કરવાની ભાવના રાખી, અમુક શરતોને આધીન વિચાર કરીને નિર્ણય લેવો
જોઇએ. નિર્ણય એવો હોવો જોઇએ કે , જેના લીધે કુટુંબના સભ્યોમાં ઘમંડ, ક્લેશ અને ઇર્શા
જેવા નકારત્મક વિચારો અને પરિભાષાઓ જન્મ ના લે... કદી પણ એકબીજાના અનુભવોને ઠેંસ પહોંચાડવી
જોઇએ નહીં અને સમજણ પૂર્વક તેનું નિરાકરણ કરવું. જો કોઇ પક્ષ કુટુંબની ભલાઇ અથવા કોઇની
ખુશીથી જતું કરવાની ભાવના રાખે તો સામેવાળા પક્ષે એમ ના સમજવું જોઇએ કે પોતાના ગુણો
તથા અનુભવોનો વિજય થયો, અને સમર્પણાર્થીના દિલમાં પ્રેમ તથા આદર ઓછાં થવા જોઇએ નહી
અને એ કિસ્સાની વાર્તા પર હંમેશને માટે પૂર્ણવિરામ મુકી દેવું જોઇએ કારણકે વાદ-વિવાદથી
ઘર્ષણ થાય છે,અને ઘર્ષણથી વધે છે અંતર. જેની અટકાયત માટે સમર્પણના ભાવો કેળવવા યોગ્ય
છે. સમર્પણ પ્રેમનો મૂળ આધાર છે અને કરુણતા એ પ્રેમનું પોશણ છે.વાદ-વિવાદથી જન્મેલુ
ઘર્ષણ, અહંકાર જેવા ભાવોમાં પરિવર્તીત થાય એ પહેલા વિવેક અને સમર્પણ જેવા ભાવોને હ્રદયમાં
સ્થાન આપી નિર્ણય કરવો જેથી કુટુંબ અથવા સમાજ પર ઇર્ષા તથા ધમંડની આગ પ્રસરીને અગનજ્વાળાનું
રૂપ ના લઇ લે...!
“The
mutual understanding plays primary and effective role to prevent the problem of
generation gap.”