કોઇ હસાવી હસાવી
આવે છે
છતાં રડાવી રડાવી જાય છે,
કોઇ રડાવી રડાવી
આવે છે
છતાં હસાવી હસાવી જાય છે.
કોઇ શિરા
એટલું મણ લે છે
તે શિરામણ
કે’વાય છે,
કોઇ વાળ એટલું જમે છે
તે રાત્રી
વાળું કે’વાય છે.
કોઇ ભાસ્કર ને
સલામી આપી જાય છે
જ્યાં વલોણાં-નાદ
સંભળાય છે,
કોઇ ધ્યાન-મગ્ન
થઇ નાચી જાય છે
જ્યાં નરસૈંયો સંભળાય છે.
કોઇ છાતી તણી
લાંચ કઢાય છે
તોંયે બાજરા થપ-થપ થપાય છે,
કોઇ
કેડિયું-ધોતીથી હરખાય છે
તોંયે પુરૂષાર્થના ભાવ
દેખાય છે.
કોઇ ભાતાંને
ટળવળી જાય છે
તોંયે ખેત-સેવા કરી
જાય છે,
કોઇ ભાણું મોડું જમે જાય છે
તોંયે મીઠું-રોટલાંમાં મલકાય
જાય છે.
કોઇ ઘોડીએ ચડી
જાય છે
ચારેય ખુંણે મસ્તી છવાય છે,
કોઇ ભવસાગર તરી જાય છે
આંઠેય ખુંણે માતમ
છવાય છે.
કોઇ બાળ રેઢાં મુકી દેવાય છે
જ્યાં ખળ ખળ ધૂળ-માટી ખુંદાય છે,
કોઇ બેની પાચિકા રમી જાય છે
જ્યાં ઝમ ઝમ જાંજર ગુંજાય છે.
કોઇ
હરિયાળીને સોનું માની જાય છે
તે સોના રૂપી ઘરેણાં પે’રાય છે,
કોઇ શ્રમ
રૂપી સોનું ઉપજાવી જાય છે
તે મિલનની કલમે
લખાય જાય છે.
- મિલન સિધ્ધપુરા