Friday, 28 April 2017

પરીક્ષાનું છેલ્લું પેપરપરીક્ષાનું છેલ્લું પેપર મિત્રો, જ્યારે પરીક્ષાનું છેલ્લું પેપર હોય અને બસ મગજમાં એકજ ધુન વાગતી હોય બસ, પેપર પૂરું થાય એટલે હવે નિરાંત! પેપર કેવું જશે એની ચિંતા હોય કે ના હોય પરંતુ એક વાતની ચિંતા જરૂર હોય છે કે ક્યારે પેપર પૂરું થશે…? વાંચતા વાંચતા પણ ઘડીયે ઘડીયે મગજમાં એમજ વિચાર આવે કે કાલ સવારે હું શું કરીશ? પેપર લખતાં લખતાં જો કદાચ એવો વિચાર જાય કે આજે છેલ્લું પેપર છે,તો ત્યારે પણ પારેવા જેમ સુરજ આથમી ગયા પછી પોતાના માળા માથી બહાર નીકળવાનું બંધ કરી દે તેમ આપણી પણ કલમ અટકી ને મગજ જાણે પેપર  પૂરું થૈ ગ્યું હોય તેમ પરીક્ષાંખંડમાં આનંદ ઉઠાવતું હોય કે કાલ સવારે હું કરીશહું તે કરીશ….જ્યારે પેપર પૂરું થઇ જાય પછી મનમાં તો એમજ થતું હોય કે લાવને એકાદો જોરથી કુદકો મારુ પણ શું થાય એવું બધાં વચ્ચે કરી તો ના શકાય…!

રાત્રીના સમયે જાગીને જાણી જોઇ ને મોડાં સુઇ કારણકે હવે તો કોઇ જાતનું મગજમાં પરીક્ષાનો બોજો નથી,કેમ જાણે આપણને કોઇએ હજારો વર્ષથી કોઇ કબરમાં દફન કરી દીધાં હોય અને અચાનક કોઇ ફરિસ્તા આપણને બહાર કઢવાં આવ્યા હોય એવું આનંદ ભરેલું મીઠું હાસ્ય આપણાં અંતઃહ્રદય અને મુખ પર છલકાય જાય. ઘર માંથી કોઇ વડીલ એવું કહે કે સુઇ જાઓ સમય થૈ ગ્યો સુવાનો, સમયે જેમ બિલાડી ઉંદરને જોઇ જેમ ગુસ્સો થાય તેમ વડીલ પર ગુસ્સો આવે ને કહીદે કે મારે પરીક્ષા પુરી થૈ ગઇ છે હું સવારે મોડો ઉઠીસ મારે કાંઇ કામ નથી. કોઇ ટેલિવિઝન જોવામાં વ્યસ્ત રહી જાય, તો કોઇ મિત્રો સાથે નાઇટ આઉટ કરે, કોઇ ફરવા જવાનું નક્કી  કરે, તો કોઇ વિડીઓગેમ્સ રમવાનું શરું કરી દે અને કોઇ તો પથારીમાં સુતાં સુતાં એજ વિચારતાં હોય કે પરીક્ષા પુરી થઇ ગઇ કારણકે પરીક્ષા દરમ્યાન જેમ ચકોર વાદલડી ને વરસવા માટે મનામવતી હોય તેમ આપણે આપણાં મનને વાચવાં માટે મનાવ્યા હોઇઅને પરીક્ષા પુરી થઇ પછી તો જાણે ગાંડાને સીડી મડી ગઇ…!

પરીક્ષા ચાલતી હોય તે દરમ્યાન કેટલી જાતના વિચાર મગજમાં હોય કે કેવું પેપર જશે? મે જે આઇએમપી કર્યા એમાથી પાસીંગ માર્કનું પુછાશે કે નહીં, વાંચેલું બધું યાદ રહેશે કે નહી. પેપર વધારે અઘરું નહીં નીક્ડે કે શું…. આવા બધાં બોજા સાથે લઇ ને આપડે સુતા હોઇ છી, પરંતુ હવે તો પરીક્ષા પુરી થઇ ગઇ છે એટલે આવો બોજો હોય નહી અને મન ખુશખુશાલ હોઇ અને સુતા હોઇ આરામથી અને પછી સુઇ ગયા પછી આપણું નાનું મગજ જાગે અને રોજની બોજા વારી પરીક્ષાની વાતો યાદ આવે એવા સ્વપ્ન આવે કે હજી પરીક્ષા પુરી નો થઇ હોય, પેપર લખતી વખતે કલમની સાહી એકાએક વરસતી વર્ષા જેમ અટકી જાય તેમ અટકી ગઇ હોય, કાંઇ યાદ આવતું હોય, વાંચેલું બધુંજ ભુલાતું જણાતુ હોય અને એવા હ્રદયના ધબકારા વધી ગયેલા વખતમાં અચાનક આપણી આંખ ઉઘડે અને પછી યાદ આવે કે પરીક્ષાતો પુરી થઇ ગઇ છેત્યારે અંતઃકરણમાં એવું આનંદનું મોજું ફરી વળે કે જાણે વિરહની યાદમાં ચકોરને પોતાની પ્રીત મડી ગઇ હોય, સુકાઇને લોથપોથ થયેલા નાનાં છોડને જાણે ખુદ વાદલડી મલ્હાર ગાઇને અમ્રુત રૂપી વરસાદ વરસાવતી હોઇ,હ્રદયમાં એવો આનંદ થાય કે એમ થાય કે લાવને હું પણ ઇશ્વરે આપેલી પ્રેમ રૂપી પ્રક્રુતિની ઠંડીમાં ઠુંઠવાઈ લઉં…..કાંઇક આવુજ હોય છે પરીક્ષાનું છેલ્લું પેપર…!
                                                                        --- Milan Siddhpura

1 comment:

  1. Accepting players in South Korea, BK8 is one other to offer both casino games and sports activities betting. So, if it is online Roulette gambling you might be} on the lookout for, BK8 윈윈벳 might be be} for you. Both offline and online gambling laws Korea has adopted are stringent regarding locals. There is only one|is just one} land-based gambling house in South Korea that they can legally go to.

    ReplyDelete