Wednesday, 12 April 2017

ઝાંખી પુષ્પવાટિકા



પ્રાક્રુત પુષ્પવાટિકા છવાતીતી
   મન-મોહિત થાતુંતુ,
મંત્રમુગ્ધ શ્રીરામ તન જાણે
પ્રક્રુતમય થાતુંતુ.

પ્રક્રુતિભાન ભુલાતુંતુ
જ્યાં સીતાગમન થાતુંતુ,
પુષ્પવાટિકા ઝાંખી પડી જાણે,
નાર સૌંદર્ય ઉભરાતુંતુ.

બોલ શબ્દ સ્થગિત હતાં
મુખચંદ્ર જાણે શરમાતુંતુ,
અંદરને અંદર જાણે
આયત--તારીફ રચાતુંતુ.

કે એમની ચાલ મસ્તમ્રુગ હતી
સુંદરવન ઘાયલ બની ઝુલતુંતુ,
મનમ્રુગ બની જાણે
અમ્રુતનીર પીતુંતુ.

એમની અદા મન મોહતી હતી
મનમોર થનગનાટ કરતુંતુ,
પ્રક્રુતિ રૂપી ઘનઘોર ઘટા જાણે
પોતા તણી હાર સ્વીકારતુંતુ.

એમના બોલમાં મીઠાં ગીત હતાં
ફળમીઠાશ જાંખુ પડતુંતુ,
ડીબાંગ મેઘરાજ જાણે
અમીમીઠાશ વરસાવતુંતુ

એમના કોમળ નેત્ર સ્ફટીક હતાં
મનડું સમ્મોહિત થાતુંતુ,
સુખ્યાત કાળો જાદું જાણે
તામ્રસમાન ઝાંખુ થાતુંતુ.

એમનુ મન મંદીર હતું
મન પુજારી એવુ બની જાતુંતુ,
કે પુજારી પણ જાણે
પ્રેમી બની પુજતુંતુ.

એમના હાસ્યમાં નિર્દોષતા હતી
તે નિર્દોષ હાસ્ય વેરાતુંતુ,
ચંચળ હ્ર્દય મન મસ્તમગન
હાસ્ય સમેટી લેવા પ્રેરાતુંતુ.

અનુરાગ દ્રશ્ય દેખી લખન,
ભીતર મન હર્ષાતુંતુ,
ભ્રાત થકી પુષ્પવાટિકા
દ્રશ્ય ઝાંખુ જણાતુંતુ.

          -Milan Siddhpura

2 comments:

  1. Hard Rock Hotel & Casino Las Vegas - MapyRO
    Find Hotels near Hard Rock Hotel & Casino Las Vegas in Las Vegas, NV. 울산광역 출장안마 Hard Rock Hotel & Casino 평택 출장마사지 Las Vegas, NV Hard Rock Hotel & Casino 강원도 출장샵 Las 원주 출장안마 Vegas, NV. 순천 출장마사지

    ReplyDelete
  2. Sign up now to get the inside scoop on the latest bonus provides. Casino websites will offer huge payouts when the identical quantity comes up on each balls. Try this premium casino web site for an unmatched gaming expertise with fast payouts. To get a little further cash in your account, you'll be able 우리카지노 to|you presumably can} declare certainly one of {several|a quantity of} available bonuses on sign-up.

    ReplyDelete